શ્રી હનુમાન આરતી ગુજરાતી માં | Shri Hanuman Aarti in Gujarati PDF

Spread the love

શ્રી હનુમાન આરતી ગુજરાતી માં (Shri Hanuman Aarti Gujarati)

જય જય કપિ બળવંતા (૨)
સુર નર મુનિ જન વંદિત (૨)
પદરજ હનુમંતા,
પ્રભુ જય કપિ બળવંતા,

પ્રૌઢ પ્રતાપ પવન સૂત, ત્રિભુવન જયકારી,
પ્રભુ ત્રિભુવન જયકારી,
અસુર રિપુ મદગંજન (૨)
ભય સંકટ હારી,
પ્રભુ જય કપિ બળવંતા… ૨

ભૂત પિશાચ વિકટ ગ્રહ પીડત નહિ જંપે,
પ્રભુ પીડત નહિ જંપે,
હનુમંત હાક સુનીને (૨)
થર થર થર કંપે,
પ્રભુ જય કપિ બળવંતા… ૩

રઘુવીર સહાયે ઓળંગ્યો, સાગર અતિ ભારી,
પ્રભુ સાગર અતિ ભારી,
સીતા શોધ લે આયે (૨)
કપિ લંકા જારી,
પ્રભુ જય કપિ બળવંતા… ૪

રામ ચરણ રતિ દાયક, શરણાગત ત્રાતા (૨)
પ્રભુ શરણાગત ત્રાતા,
પ્રેમાનંદ કહે હનુમંત,
વાંછીત ફળ દાતા,
પ્રભુ જય કપિ બળવંતા… ૫

જય કપિ બળવંતા…
પ્રભુ જય કપિ બળવંતા…

શ્રી હનુમાન આરતી ગુજરાતી માં | Shri Hanuman Aarti in Gujarati PDF Download

Also Download Shri Hanuman Aarti PDF in Other Languages 

શ્રી હનુમાન આરતી ગુજરાતી માં | Shri Hanuman aarti video in Gujarati

Shri Hanuman Aarti lyrics in Gujarati

The Significance Of Hanuman Aarti in Gujarati

હનુમાનજીની પૂજા કરવાથી ભક્તોના દરેક દુ:ખનો અંત આવે છે. તેમને સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે. હનુમાનજી તેમના દરેક ભક્તોને સૌથી વધુ પ્રેમ કરે છે અને આ કારણે તેઓ તેમના કોઈપણ ભક્તને દુઃખી થતા નથી જોઈ શકતા. તેથી દરેક ભક્તે હનુમાન લાલાની હૃદયથી પૂજા કરવી જોઈએ. હનુમાનજીની આરતી કરવાથી વ્યક્તિ ભયમુક્ત થઈ જાય છે.

By worshiping Hanuman ji, all the sorrows of the devotees end. They get happiness, peace and prosperity. Hanumanji loves each and every one of his devotees the most and because of this he cannot see any of his devotees suffering. So every devotee should worship Hanuman Lala with his heart. By performing Aarti of Hanuman Ji, one becomes free from fear.

શાસ્ત્રો અનુસાર જો તમે કોઈ પણ રોગનું નિદાન ઈચ્છતા હોવ તો, તમારે હનુમાન જીની આરતી કરવી જોઈએ. તેમના પાઠથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને સકારાત્મક ઉર્જા વધે છે. એટલું જ નહીં પણ, જે માણસ હનુમાન જીની આરતી નિયમિત રૂપે કરે છે, તેમનો પરમ ધામ જવાનો માર્ગ સરળ થઈ જાય છે.

According to shastras if you want solution of any disease, you should reads Aarti of Hanuman Ji. His recitation removes negative energies and increases positive energy. Not only this, a person who reads aarti of Hanuman ji regularly, his path to haven becomes easy.